સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાઓ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહી છે. એ પૈકી યોગ સ્પર્ધાઓનું આયોજન તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ થયું હતું.

આ યોગ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં અધારા તન્વી દ્વિતીય ક્રમાંક, ભાલોડીયા મનસ્વી ચતુર્થ ક્રમાંક અને કૈલા બંસીએ પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.

આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબએ વિજેતા સ્ટુડન્ટ્સ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat