મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ દ્વારા નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન અને બાળાઓને ઇનામો આપ્યા

વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે લોકપ્રિય તેમજ જાણીતી બનેલ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ દ્વારા શ્રાદ્ધ નિમિતે નવલખી ફાટક નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતું તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા રમાબા ઝાલા, શેતલબા જાડેજા, મનીષાબા પરમાર અને પાયલબેન ડોડીયા દ્વારા આર્થિક સહયોગ મળ્યો હતો

તે ઉપરાંત ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી ચોકમાં રાસ ગરબા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસ ગરબા હરીફાઈમાં ભાગ લેનાર બાળાઓને 20 થી વધુ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ગરબી મંડળના સભ્યો તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો તમામ બાળાઓને રોકડ અને ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક સહયોગ મહેન્દ્રસિંહ જાડેજા ખાનપર તેમજ ચંદ્રશભાઈ ઠક્કર અને સુનીલાબેન પટેલ તરફથી મળ્યો હતો સમારોહને સફળ બનાવવા ક્લબના શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ, શેતલબા જાડેજા, પ્રફુલ્લાબેન કોટેચા, ધ્વનીબેન, પૂનમબેન, માનસીબેન, પૂર્વીબેન, રેખાબા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat