માનો ગરબો રે ! નવરાત્રી નિમિતે માતાજીના રંગબેરંગી ગરબાઓ તૈયાર

માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા આવી ગયા છે ત્યારે નવરાત્રી દરમિયાન માતાજીના ગરબાનું વેચાણ થતું હોય છે જે માતાજીના ગરબા તૈયાર થઇ ચૂકયા છે અને હવે બજારમાં તેનું વેચાણ પણ જોર પકડશે

નવરાત્રીમાં માતાજીના ગરબામાં દીવો પ્રગટાવી ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે જે આરાધના પર્વ નિમિતે મોરબીના પ્રજાપતિ કારીગરો હાથ બનાવટના ગરબા તૈયાર કરે છે આવા જ ગરબા બનાવતા વાવડી રોડ પરના રહેવાસી દેવજીભાઈ મેઘજીભાઈ ભલગામાં નામના પ્રજાપતિ કારીગર જણાવે છે કે નવરાત્રીના ગરબાની ડીમાંડ હોવાથી સાતમ આઠમ પૂર્વે જ ગરબા બનવવાની તૈયારીઓમાં તેઓ લાગી જાય છે અને તેને ૧૦,૦૦૦ ગરબા તૈયાર કર્યા છે વિવિધ રંગબેરંગી ડીઝાઇનના ગરબાનું વેચાણ બજારમાં જોવા મળશે

Comments
Loading...
WhatsApp chat