મોરબીની પી.જી.પટેલ કોલેજમાં નવરાત્રી મહોત્સવની રંગારંગ ઉજવણી કરાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં નવરાત્રીનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તમામ ખેલૈયાએ મન મુકીને ઝૂમ્યા હતા.અલગ-અલગ સ્ટેપ્સ અને રાસ,સાલ્સા સ્ટેપ જેવા વિવિધ રાસ વિધાથીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.રાસ ગરબાના આયોજન પૂર્વે વિધાર્થીઓને કોલેજના પ્રો.હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવમાં આવી હતી.આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ અને આચાર્ય ડૉ.રવીન્દ્ર ભટ્ટખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.રાસ ગરબા ને અંતે અલગ-અલગ કેટેગરીમાં જેવી કે બેસ્ટ એક્શન.ડ્રેસ,પ્રિન્સ-પ્રિન્સેસતથા સરપ્રાઈઝ ઇનામો આપવામાં આવ્યા હતા.તેમજ આ કાર્યક્રમમાં અતિથી તરીકે શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં વિધાર્થીઓની સાથે સાથે કોલેજ સ્ટાફ પણ વિધાર્થી અને શિક્ષકની ભૂમિકા ભૂલીને મન મુકીને ગરબાની રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમને સફળ બનવવા કોલેજના આચાર્ય ડૉ.રવીન્દ્ર ભટ્ટ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમ પ્રિન્સેસનું ઇનામ રાજકોટથી પધારેલા બાળક પ્રભુ જાનીના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat