મોરબીના માર્કેટિંગ યાર્ડ નજીક રાહતદરે નેચરલ ચીજવસ્તુઓનું વેચાણ કરાશે

 

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા તા. ૧૨ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડના ગેટની બાજુમાં, આરડીસી બેંક દરવાજા પાસે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે

જ્યાં હરડે પાવડર,ગૌમૂત્ર અર્ક,દેશી ગોળ, કેળા ના  પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી સહિતની ચીજવસ્તુઓ રાહતદરે મળી રહેશે જેનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat