Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા ઉત્સવ યોજાયો

 

 

ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરી દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ ૨૫મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન વર્ચ્યુયલી કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને પ્રસંગોચિત સંદેશ આપ્યો હતો. આ તકે મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે જિલ્લાકક્ષા યુવા ઉત્સવના દ્વિતિય તથા તૃતીય ક્રમના વિજેતાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને ડિજીટલ માધ્યમથી નિહાળી અને ઓનલાઈન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat