મોરબીમાં રાષ્ટ્રીયકક્ષાનો ફી યોગ-એરોબીક્સ વર્કશોપ યોજાશે

યોગા પ્લસ લાઈફ સેન્ટર મોરબી દ્વારા મોરબી સ્વસ્થ અને તંદુરસ્ત બને તેવા હેતુથી આગીમ તા. ૧૮ અને ૧૯ ના રોજ શનિવાર અને રવિવાર એમ બે દિવસીય ફ્રી યોગ, જીમ્નાસ્ટીક, એરોબીક્સ વર્કશોપ યોજવામાં આવશે જે રાષ્ટ્રીય કક્ષાના ફ્રી વર્કશોપનો નાગરિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

અમદાવાદના વિખ્યાત યોગ ગુરુ હરેશ કૈલા યોગ વર્કશોપમાં માર્ગદર્શન આપશે યોગ, જીમ્નાસ્ટીક અને એરોબીક્સથી સાંધાના દુખાવા, કમરનો દુખાવો જેવી બીમારીથી રાહત મળે છે જેથી ફીટનેશની જાણકારી માટે જરૂરી કસરત માટેનું માર્ગદર્શન મેળવવા બે દિવસીય વર્કશોપમાં લોકોને જોડાવવા અપીલ કરાઈ છે વર્કશોપનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય અર્જુન ઠાકર ૮૪૦૧૫ ૫૬૩૧૨ અને હરેશ કૈલા ૮૨૩૮૮ ૯૨૬૨૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat