નેશનલ હાઈવે પર બેકાબુ ટ્રકે અકસ્માત સર્જયો

બેકાબુ બનેલા ટ્રક ચાલકે અન્ય વાહન ચાલકને હડફેટે લીધા

બનાવની મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રાત્રીના મોરબીથી વાંકાનેર તરફ જતા ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ ટ્રક હાઈવે પર આમથી તેમ સર્પાકાર બનતા જેમાં અન્ય વાહનોને પણ ટ્રકના ચાલકે ઠોકરે ચડવ્યા હતા તેમજ તે ઉપરાંત ટ્રક ડીવાઈડર સાથે અથડાયો હતો અને ત્યારબાદ નજીકમાં આવેલી ભવ્ય હોટલના કમ્પાઉન્ડની દીવાલ સાથે ટ્રક અથડાયો હતો જે ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ટ્રકના ચાલકને અકસ્માતમાં ઈજા થઈ હોવાની માહિતી પણ સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે જોકે આ બાબતે તાલુકા પોલીસમાં કોઈ ફરિયાદ નોધાય નથી

Comments
Loading...
WhatsApp chat