Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લાના શિક્ષકોના પ્રશ્ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે ગાંધીનગર મુલાકાત કરી

મોરબી જિલ્લાના શિક્ષકોના નિવૃત્તિ પછીના લાભો, અને અન્ય ભથ્થા માટે ગ્રાન્ટ ફાળવવા રજુઆત.

 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને શિક્ષકોના વિવિધ પ્રશ્ને રજુઆત કરી હતી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સી.ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા ઉપાધ્યક્ષ અને માળિયાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ રાજુભાઈ ગોહિલ કોષાધ્યક્ષ હળવદ ટીમ ગાંધીનગર ખાતે બ્રિજેશભાઈ મેરજાને મળીને વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી જેમાં શિક્ષકોના પગાર ભથ્થા, ઉ.પ.ધો.એરિયર્સ અને નિવૃત્તિ પછી મળતા લાભો માટેની ગ્રાન્ટ 0 જીરો આવેલ હોય એ બાબતે મંત્રીએ ડો.વિનોદ રાવ સચિવ શિક્ષણ વિભાગને તાત્કાલિક ઘટતું કરવાની સૂચના આપી હતી તેમજ શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ મોરબીમાં ટ્રાન્સફરનું કામ પૂર્ણ થવામાં છે એવું મંત્રીએ જણાવ્યું હતું.

તેમજ અન્ય પ્રશ્નો માટે બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી. ત્યારબાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલમાં એકમ કસોટી હાલના સમયમાં મોકૂફ રાખવા બાબતે અધિકારીને રજુઆત કરી હતી. કન્વીનર પ્રકાશભાઈ ભટ્ટી સાથે મીટીંગ કરી ખાનગી શાળાના બાળકો માઈક્રોસોફ્ટ ટીમ્સ અને જી.શાલા એપમાં એડ કરવા માટે શાળા કક્ષાએથી માહિતી મંગાવી અપડેટ કરવા માટે ચર્ચા કરી હતી.અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પુરવા માટે એપમાં સુધારો કરવા બાબતે ચર્ચા કરી હતી.

Comments
Loading...
WhatsApp chat