હળવદ શાળા નંબર-4માં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી       

 

હળવદ- દર વર્ષે સમગ્ર દેશમાં 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે P.G.V.C.L ની કચેરી હળવદના સહયોગથી બાળકોમાં ઉર્જા અને વીજળીને બચાવવા માટે અને તેના વિવિધ ઉપાયો અંતર્ગત શ્રી પે સે.શાળા નંબર-4 ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે પી.જી.વી.સી.એલ અધિકારી ચૌધરી, આર.એમ.પટેલ, આર.જી.હડિયલ અને પી.આર.પાઠક ઉપસ્થિત રહ્યા હતા જે તમામ અધિકારીઓનું શાળાના આચાર્ય રાજેશભાઇએ અભિવાદન કર્યું હતું. સરકાર દ્વારા સમગ્ર દેશમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહ ઉજવાય રહ્યું છે ત્યારે આજની યુવા પેઢીને ઉર્જા અને વીજળી બચત માટે જાગૃતિ લાવવાના હેતુથી ઉર્જા સંરક્ષણ અંતર્ગત વીજ સલામતી વિષય ઉપર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં આશરે 250 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો

જે નિબંધ સ્પર્ધમાં પ્રથમ-પટેલ હેત સંજયભાઈ, બીજો નંબર-પટેલ હેનીલ શશીકાંતભાઈ અને ત્રીજો નંબર-ચાવડા જયદેવ શૈલેષભાઇએ મેળવ્યો હતો જ્યારે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ -પારેજીયા વિશ્વા દશરથભાઈ,બીજો-ગાંભવા આર્યા રાજેશભાઇ અને ત્રીજો નંબર-ઠાકુર એંજલ રામસંગભાઈએ મેળવ્યો હતો. તમામ નંબર મેળવેલ બાળકોને P.G.V.C.L કચેરી હળવદ તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં ઉર્જા બચત માટે બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અંતમાં શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat