



મોરબી જીલ્લાના માળિયા પંથક તેમજ હળવદ પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સારી એવી સંખ્યા જોવા મળે છે જોકે રાષ્ટ્રીય પક્ષીના અવારનવાર અકાળે મોતનાં સમાચારો મળતા હોય જેમાં આજે હળવદના ટીકર ગામમાં છ મોતના મોરની વાતો વહેતી થતા વન વિભાગની ટીમ દોડતી થઇ હતી
હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં છ મોરના શંકાસ્પદ મૃત્યુ થયા હોય તેવી માહિતી ને પગલે વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને ટીકરની સીમમાં તપાસ કરતા બે મોરના મૃતદેહ મળી આવ્યા હતા જે મોરના મૃત્યુ ઝેરી દાણા ખાવાથી થયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી
બનાવ સંદર્ભે વન વિભાગ ટીમના કનકસિંહ પરમારે જણાવ્યું હતું કે બે મોરના મૃતદેહ મળ્યા છે જેને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને છ મોરના મૃત્યુની વાત આવતી હતી જોકે બે જ મૃતદેહ મળ્યા છે હાલ બનાવ સ્થળે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું



