


મોરબીની નટરાજ ફાટક અનેક વખત ટેકનીકલ ખામીને કારણે બંધ થતી હોય છે તો અવારનવાર ફાટક તૂટવાના પણ બનાવો બને છે જેમાં આજે સવારે નટરાજ ફાટક તૂટી પડી હતી
મોરબી હરીપર રૂટની એસટી બસ આજે સવારે ફાટક નજીકથી પસાર થતી હોય ત્યારે ફાટક બંધ થતી હોય જોકે એસટી બસમાં બ્રેક ના લાગતા ફાટક સાથે અથડાતા ફાટક તૂટી પડી હતી તો એસટી બસની ઠોકરને પગલે ફાટક તૂટી પડતા રેલ્વે વિભાગે ધોરણસરની કાર્યવાહી આદરી છે અને સતત ટ્રાફિક રહેતો હોવાથી નટરાજ ફાટક તાકીદે રીપેર કરવા રેલ્વે તંત્ર ધંધે લાગ્યું હતું