Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં નર્મદા યાત્રાનું પ્રસ્થાન : સજનપર ગામે યાત્રાનો વિરોધ

0 556

મોરબી જીલ્લામાં આજથી માં નર્મદા મહોત્સવ યાત્રાનું પ્રસ્થાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યું હતું. નર્મદા મહોત્સવ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે રાજ્યના ખાણ ખનીજ વિભાગના મંત્રી રોહિતભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, બાવાનજીભાઈ મેતલિયા, શહેર ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે મંત્રી સહિતનાઓએ નર્મદાને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે ભાજપ સરકારે કેવી લડત આપી સંઘર્ષ કર્યો હતો તેની માહિતી લોકોને આપી હતી.

આ તકે રાજ્યના ખાણ ખનીજ મંત્રી રોહિતભાઈ પટેલને હાલ સોશ્યલ મીડિયા પર વહેતા થયા વિકાસ ગાંડો થયાના મેસેજ અંગે વળતા પ્રહાર કરતા જણાવ્યું જતું કે મંત્રીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર વિકાસ કરવા એટલી ગાંડી બની છે કે વિકાસ ગાંડોતુર ના થાય તો જ નવાઈ. વિકાસથી કોઈનું અહિત થયું હોય કે નુકશાન પહોંચ્યું નથી. ખુબ જ વિકાસ થયો છે જેથી વિરોધીઓ તેને વિકાસ ગાંડો થયો છે તેમ કહી રહ્યા હોવાનું કહી રહ્યા છે.જયારે મોરબી જીલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો જોવા મળે છે જેમાં સરકારી બાબુઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી ત્યારે આ મામલે મોરબી આવેલા મંત્રીએ મોટાભાગની ફરિયાદો ખોટી હોય તો પણ સરકાર ખનીજ ચોરી રોકવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તો આ યાત્રનો ટંકારાના સજનપર ગામે વિરોધ થયો હતો

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat