Billboard ad 1150*250

માળિયા તાલુકાના ૧૩ ગામોને નર્મદાનું પાણી મળતું બંધ, કલેકટરને આવેદન પાઠવશે

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        માળિયા તાલુકાના ૧૩ ગામોને નર્મદા કેનાલમાંથી પાણી મળતું ના હોય જેથી ખેડૂતો મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે અને શુક્રવારે ખેડૂતો જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે

        માળીયા (મી) તાલુકાના ઘાટીલા મંદરકી વેજલપર કુભારીયા વેણાસર ખાખરેચી સુલતાનપર ચીખલી માણબા વાધરવા ખીરઈ માળીયા સુધીના ૧૩ ગામોના ખેડૂતો તા. ૧૨ ને શુક્રવારે જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે માળીયા તાલુકાના ૧૩ ગામના ખેડૂતોને નર્મદા કેનાલનુ પાણી ન મળવાના કારણે તેમજ કેનાલમાં ચાલતુ પાણી છેલ્લા પાંચ દીવસથી બંધ થઈ ગયેલ છે જેના કારણે ખેડૂતો દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે જેથી માળીયા ખેડૂત હીત રક્ષક સમીતીના નેજા હેઠળ ખેડૂતો જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે દરેક ગામમાંથી ખેડૂતો ખાખરેચી ગામેથી સવારે ૯ કલાકે નીકળશે અને ૧૦ : ૩૦ કલાકે મોરબી કલેકટર કચેરી એ પહોંચી આવેદનપત્ર આપશે આ આવેદનપત્ર માં પોતાની માગણી રજૂ કરી જો તાત્કાલિક પાણી ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પણ ખેડૂત હિત રક્ષક સમિતિના મીડિયા કન્વીનર પ્રભાત ડાંગરે જણાવ્યું છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat