Billboard ad 1150*250 Billboard ad 1150*250

નર્મદા રથયાત્રા મોરબી જીલ્લાના ઠેર ઠેર સ્વાગત તથા વિરોધ ની સાથે ૧૦૦ થી વધુ ગામો ફરી વળ્યા

માં નર્મદા મહોત્સવ અંતર્ગત તા. ૬ થી નર્મદા રથયાત્રા મોરબી જીલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં ફરી રહી છે. માં નર્મદા રથયાત્રાનું ગામે ગામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, બાવનજીભાઈ મેતલિયા તેમજ અન્ય પદાધિકારીઓ અને ગામના લોકોએ રથયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રથયાત્રામાં ઠેર ઠેર ગામ લોકો દ્વારા માં નર્મદાની આરતી-પૂજા કરવામાં આવી હતી. રથયાત્રાના રાત્રીરોકાણના ગામોમાં હકાભા ગઢવી, અન્ય કલાકારોના ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. રથયાત્રા દરમિયાન આવરી લેવાયેલા ગામોમાં ખેતીવાડી ખાતાના વૈજ્ઞાનિકો દ્વારા ગામ લોકોને ખેતીના પાકો, સુક્ષ્મ પિયત પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ વિષે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ વિષે માહિતી પૂરી પાડતા પેમ્પલેટ તથા સ્વાઈન ફ્લુ સામે રક્ષણ આપતા આરોગ્યપ્રદ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ. માં નર્મદા મહોત્સવ અંતર્ગત યોજાયેલ રથયાત્રામાં ૧૦૩ ગામોને આવરી લેવામાં આવ્યા છે તેમજ રથ મોરબી પાલિકાના વિસ્તારમાં પણ ફરી વળશે.

Comments
Loading...
WhatsApp chat