

મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિમાં તા. ૦૬ ને બુધવારે માં નર્મદા મહોત્સવ અંતર્ગત રથનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સવારે ૦૮ : ૩૦ કલાકે પ્રસ્થાન થશે. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી જીલ્લાના તમામ રથને લીલી ઝંડી બતવી પ્રસ્થાન કરાવાશે તેમજ મોરબી તાલુકાના બેલા (રં), રંગપર, જસમતગઢ, શાપર, હરીપર, કેરાળા, ગાળા, વાઘપર, પીલુડી, અણીયારી, રાપર, જેતપર સહિતના ગામોમાં રથ ફરી વળશે તેવી જ રીતે તમામ તાલુકાના રથ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળશે.