


આજે નર્મદા રથ યાત્રાનો બીજા દિવસે પણ મોરબી જીલ્લાના જુદા જુદા ગામોમાં નર્મદા રથ યાત્રાના પોહચી હતી જેમાં ટંકારા તાલુકાના હરીપર અને ભૂતકોટડા ગામે “નર્મદા રથયાત્રા” ના વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પાછળનો મુખ્ય હેતુ ફક્ત ગામના અણઉકેલ પ્રશ્નો જેવા ગામના મુખ્યમાર્ગો જે ઘણા સમયથી બિસ્માર છે અને બનવા માટે મજુર પણ થયા છે તેના કામો ચાલુ નથી થયા તેમજ પાણી સમયસર મળતું નથી તેમજ ગ્રામજનોએ ધારાસભ્ય બાવનજી મેતલિયા સહિત આગેવાનો સામે પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી હતી હાર્દિક પટેલની ધરપકડ બાબતે રજૂઆત કરી હતી અને રથ નો કાર્યર્કમ ન થવા દેતા રથ આગળના ગામમાં નીકળી ગયું હતું