



હળવદના ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી પર્સને નર્મદા નિગમની ઓફિસે દોડી જઈને ઉગ્ર રજૂઆત કરી છે.તેમજ સાંજ સુધીમાં પાણીના મળે તો ચક્કાજામની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી.
હળવદ તાલુકાના ચરાડવા, દેવીપુર, કડીયાણા, સરભંડા સહિતના ૭ ગામના ખેડૂતોએ નર્મદા કેનાલમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી અને નર્મદા નિગમની ઓફિસે જઈને સુત્રોચાર કર્યા હતા.તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોનો ઉભો મોલ સુકાઈ જતા સિંચાઈની તાતી જરૂરિયાત ઉભી થઇ છે જેથી સાંજ સુધીમાં પાણી આપવામાં નહિ આવે તો ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ખેડૂતોની રજૂઆત સમયે તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ બળદેવભાઈ દલવાડી, અશોકસિંહ ઝાલા, પ્રભુભાઈ, રામજીભાઈ, અંબારામભાઈ સહિતના ખેડૂત આગેવાનોએ સાથે રહ્યા હતા.



