હળવદમાં સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમ ઝડપાયો, આરોપીનો ગુનાહિત ઈતિહાસ જાણો….

હળવદ પંથકમાં રહેતી સગીરા સાથે સગાઇ થયા બાદ શરીર સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી હતી જેથી સગીરાએ તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હોય જેને પગલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી હળવદ પોલીસે સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમને ઝડપી લીધો છે જે ઇસમ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે

હળવદ પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી મહેશ ઉર્ફે ગોપાલ નામના ઇસમ સાથે સગાઇ કરવામાં આવી હતી અને સગાઇ બાદ ઘરે આવતો હોય સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જેને પગલે સગીરા ગર્ભવતી બની હતી અને તા. ૧૫-૦૯ ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો જે બનાવને પગલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી મહેશ ઉર્ફે ગોપાલ (ઉ.વ.૨૪) નામના ઈસમને ભવાનીનગર ઢોરો હળવદ ખાતેથી ઝડપી લીધો હતો

જે ઝડપાયેલ આરોપી ગુનાહીતી ઈતિહાસ ધરાવતો હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે જેમાં આરોપી મહેશ ઉર્ફે ગોપાલ નામના ઇસમ વિરુદ્ધ સાત પોલીસ કેસ નોંધાયેલા છે હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ મારામારી, પ્રોહીબીશન સહિતના સાત ગુના નોંધાયેલા છે

Comments
Loading...
WhatsApp chat