મોરબીમાં પરપ્રાંતીય સગીરા અપહરણ-દુષ્કર્મ કેસમાં નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૩૨ હજાર દંડ ફટકાર્યો ભોગ બનનાર સગીરાને વળતર ચુકવવા સ્પે. કોર્ટનો આદેશ

મોરબીના ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગીરાને લલચાવી ફોસલાવી એક ઇસમ અપહરણ કરી ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જે અંગેનો કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૩૨ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરિવારની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી તા. ૧૦-૦૭-૨૦૧૯ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગ બનનારના ભાઈએ જણાવ્યું હતું કે તેની ૧૦.૫ વર્ષની બહેનને આરોપી મોલુરામ નામનો ઇસમ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો છે જે આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી
જે કેસ મોરબીની સ્પેશ્યલ (પોક્સો) કોર્ટ અને એડીશનલ સેશન્સ કોર્ટ, મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ મોરબી એન ડી કારીઆ અને એસ સી દવેએ સ્પેશ્યલ કોર્ટમાં ૦૮ મૌખિક પુરાવા અને ૨૭ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જે પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી મોલુરામ નાનુરામ ડાવરને કસુરવાન ઠેરવ્યો હતો અને આઈપીસી કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદ અને ૫૦૦૦ દંડ તેમજ આઈપીસી કમલ ૩૬૬ ના ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદ અને ૭૦૦૦ દંડ તેમજ આઈપીસી કલમ ૩૭૬ (૨) ની સાથે વાંચતા પોક્સો એક્ટની કલમ ૩ (એ), ૪,૬, મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડનો હુકમ કર્યો છે

સાથે જ સ્પેશ્યલ કોર્ટે ભોગ બનનારને વિકટીમ કમ્પેનસેશન સ્કીમ મુજબ રૂ ૨,૬૨,૫૦૦ વળતર અને આરોપી દંડ ભરે તો ૩૨,૦૦૦ દંડની રકમ સહીત કુલ રૂ ૨,૯૪,૫૦૦ નું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat