મોરબીમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકી સાથે અડપલા કરનાર નરાધમ ઝડપાયો

મોરબીમાં કૌટુંબિક સગાએ જ સાડા ચાર વર્ષની બાળકી પર નજર બગાડી હતી અને બાળકી સાથે શારીરિક અડપલા કરતા માતા જોઈ જતા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે

મોરબીના રણછોડનગર વિસ્તારના રહેવાસી શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક સગાએ જ નજર બગાડી હતી જેમાં આરોપી ભગવાનજી હીરાભાઈ વઘોરા રહે. બૌદ્ધનગર, નજરબાગ રેલ્વે સ્ટેશન મોરબી નામનો શખ્સ રણછોડનગરમાં તેમના સગાના ઘરે ગયો હોય ત્યારે માસૂમ બાળકીનો પિતા સિરામિકમાં મજુરી ગયો હતો અને માતા ઘરકામ કરતી હતી અને બાળકીની માતા થોડી કામ બાબતે અહી તહી થતા હવસખોર શખ્શે લખણ ઝળકાવ્યા હતા અને માસૂમ બાળકી પર નજર બગાડી હતી માતા પરત ફરી તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ કારણકે બાળકી સાથે આ શખ્શ શારીરિક અડપલા કરતો હતો અને સાડા ચાર વર્ષની દીકરી સાથે ચેનચાળા કરી પોતાની હવસ સંતોષતો જણાય આવતા માતા ગુસ્સે ભરાઈ હતી અને તુરંત આરોપીને ધક્કો દઈને હડસેલી દઈને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને પોસ્કો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી તો બાળકી સાથે શરમજનક કૃત્ય કરનાર ઈસમને ઝડપી લેવા પોલીસે કવાયત આદરી હતી જેમાં આરોપીને તેના ઘર પાસેથી નજરબાગ નજીકથી દબોચી લેવાયો છે

Comments
Loading...
WhatsApp chat