


મોરબી નજીકના નાની વાવડી ગામે તાજેતરમાં સુવર્ણ પ્રાશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. નાની વાવડી ગામે વર્ષ ૨૦૧૦ થી બાળકોને સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવી રહયા છે. ગામના નિવૃત કર્મચારી અને સેવાભાવી વડીલોના સહયોગથી સેવાકીય પ્રવૃતિઓ ચલાવાય છે જેમાં દર પુષ્પ નક્ષત્રમાં કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં તાજેતરમાં યોજાયેલા કેમ્પમાં ૨૫૦ થી વધુ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા હતા જેથી બાળકોની બુદ્ધિમાં વિકાસ થાય છે.

