

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલા નાની વાવડી માનવ સેવા ગ્રુપ તથા કિશાન વિકાસ સેવા ટ્રસ્ટના સહયોગથી તાજેતરમાં ગામમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને માથાના દુખાવાનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં આસપાસના ગામના લોકોએ પણ લાભ લેતા કેમ્પના અંતે ૩૫૦ થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. નાની વાવડી સેવા ગ્રુપ દ્વારા આ તકે રાહતદરે ચશ્માંના પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા નાની વાવડી માનવ સેવા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.