મોરબી, હળવદ, ટંકારા અને માળિયા તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર

મોરબી જીલ્લામાં આવતી વિવિધ તાલુકા પંચાયતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતી હોવાથી નવા હોદેદારોની ચુંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મોરબી જીલ્લાની મોરબી, ટંકારા, હળવદ અને માળિયા તાલુકા પંચાયતના ભાજપ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે

જેમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે કિરણબેન જયેશભાઈ રાઠોડ અને કારોબારીમાં અશ્વિનભાઈ ગોરધનભાઈ પાટડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

જયારે ટંકારા તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે ભાજપ દ્વારા પ્રમુખ તરીકે છાંયાબેન અરવિંદભાઈ માડવીયા, ઉપપ્રમુખ તરીકે ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ અને કારોબારી સમિતિ માટે અલ્પેશભાઈ ચુનીલાલભાઈ દલસાણીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

માળિયા તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમુખ તરીકે સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને કારોબારી તરીકે જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગરના નામની જાહેરાત કરવામાં આવી છે

જયારે ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ રમેશભાઈ કાંતિભાઈ ઝીઝુવાડિયા, કારોબારી તરીકે હર્ષાબેન મહેશભાઈ કોપણીયાના નામની જાહેરાત કરી છે

Comments
Loading...
WhatsApp chat