


વિધાનસભા ચુંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી છે અને આચારસંહિતાની યોગ્ય અમલવારી માટે મોરબી જીલ્લા ચુંટણી તંત્ર પણ કામગીરી કરી રહયું છે ત્યારે શહેરમાં બેંચ પર નેતાના નામો અને આગેવાનોના નામોના હોડીંગ ઉતારવાની માંગ પૂર્વ ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે.
મોરબી વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર વિવિક મીરાણીએ ચુંટણી અધિકારીને લેખિત પત્ર મારફત માંગ કરતા જણાવ્યું છે કે વિધાનસભા ૨૦૧૭ ની ચુંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે તેવા સમયે રાજકીય આગેવાનોના નામવાળા બાંકડા (બેસવા માટેની બેંચ) સરકારી કચેરી, જાહેર જગ્યાએ જોવા મળે છે તેમજ નેતાના નામના હોડીન્ગો પણ જોવા મળે છે જેથી સ્થળ પર તપાસ કરી ભારતના ચુંટણીપંચના નિયમો અને આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરવામાં આવે તેમ જણાવ્યું છે. આદર્શ આચારસંહિતાની યોગ્ય અમલવારી કરવા માટેના આદેશ આપવાની માંગ પૂર્વ ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે.