નલીની વિદ્યાલયમાં વિશ્વ ચકલી, વિશ્વ વન અને વિશ્વ જળ દિવસની ઉજવણી

 

મોરબીની નલીની વિદ્યાલયમાં તા. ૨૦ ના રોજ વિશ્વ ચકલી દિવસ, ૨૧ ના રોજ વિશ્વવન દિવસ અને તા. ૨૨ ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રવૃતિઓ કરી સમાજને નવી રાહ ચિંધવામાં આવી છે.

નલીની વિધાલયના વિદ્યાર્થીઓએ જુદા જુદા બેનરો સાથે મોરબીના વોર્ડ નં ૦૧ ના વિસ્તારમાં જઈને ચકલીઓના માળા અને પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચકલી વિષે, વન અને પર્યાવરણ અને જળની અગત્યતા વિશે બાળકો અને શિક્ષકો દ્વારા વક્તવ્ય આપવામાવ્યા હતા અને શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ચકલી, વન અને જળ ટ એમજ પર્યાવરણનું મહત્વ સમજાવી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક બીપીનભાઈ ભટ્ટ, સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કર તેમજ શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat