મોરબી જિલ્લા ખેલ મહાકુંભમાં શ્રી નકલંક ગુરૂકુળે મેદાન માર્યુ.

ખો-ખો અન્ડર ૧૭ સ્પર્ધામાં ગુરુકુળની ટીમ વિજેતા

મોરબી જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ઘાનું આયોજન શ્રી નકલંક ગુરૂકુળ શકિતનગર ખાતે યોજવામાં આવ્યુ હતુ. જેમાં ભાઇઅોલ-બહેનો કુલ મળીને ૪૨ ટીમોએ ભાગ લીઘો હતો. તેમા અન્ડર-૧૭ વિભાગમાં શ્રી નકલંક ગુરૂકુળ મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને રૂપિયા ૩૬૦૦૦/-નું પ્રોત્સાહિત ઇનામ તેમજ પ્રમાણપત્રો મેળવ્યા હતા. આગામી દિવસોમાં રાજય કક્ષાની ભરૂચ ખાતે યોજાનાર સ્પર્ઘામાં મોરબી જિલ્લાનું પ્રતિનિઘિત્વ સંભાળશે. જે બદલ શાળાના વ્યાયમ શિક્ષકશ્રી હિતેષભાઇ વરમોરાએ ખૂબ જહેમત ઉઠાવી હતી. અને આ સફળતા મેળવવા બદલ શાળાના પ્રમુખશ્રી પ્રજા૫તિ દલસુખ મહારાજ તેમજ મેનેજીંગ ડિરેકટર પ્રજા૫તિ કરૂણાબેન તથા શાળાના આચાર્યશ્રી કણઝરીયા ભરતભાઇએ તમામ વિદ્યાર્થીઅોને ખૂબ ખૂબ અભિનંદન ૫ાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat