



રાજકોટ ના સેવાભાવી યુવાન નુ નખત્રણા ડેમ મા ડૂબી જવાથી મોત નિપજતા મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ દોડી ગયા અને મૃતદેહ ને રાજકોટ પરત ની વ્યવસ્થા કરવામા આવી હતી.
માતા ના મઢ જતા પદયાત્રીઓ ની સેવા અર્થે ગયેલ રાજકોટ ના સેવાભાવી યુવાન નરેશ ભાઈ મોહનભાઈ દાયલોટનુ ડેમ મા ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ ત્યારે ઘટનાની જાણ થતા મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીન ઘેલાણી, વિપુલ પંડીત, હરીશ ભાઈ રાજા, પપ્પુ ભાઈ ચંડીભમ્મર, જયેશ ભાઈ કંસારા, જીતુ ભાઈ પુજારા, વિશાલ ગણાત્રા સહીતના નખત્રણા દોડી ગયા હતા
જ્યાં સ્થાનિક લોહાણા અગ્રણી નંદરામ ભાઈ, બ્રહ્મ સમાજ અગ્રણી અનિલ ભાઈ રાજગોર, પાસ કન્વીનર નૈતિક ભાઈ પટેલ ની મદદ થી મૃતદેહ ને સિવીલ હોસ્પીટલ મુકામે લઈ જઈ મેડીકલ ફોર્માલીટી પૂર્ણ કરી મૃતક રાજકોટ નિવાસી હોય મૃતદેહ ને પહોંચાડવા માટે વ્યવસ્થા કરવા મા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા પદયાત્રા દરમિયાન ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવા મા આવી રહી હતી.



