એસપી કચેરીમાં ફરજ બજાવતા નાગદાનભાઈ આહીરનો વિદાય સમારોહ યોજાયો

        તાજેતરમાં રાજ્યભરના પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી એલઆઈબીમાં ફરજ બજાવતા પી.કે.લીલાની બદલી થઇ હોય જયારે એસપી કચેરીમાં ફરજ બજાવતા નાગદાનભાઈ આહીર વયમર્યાદાને પગલે નિવૃત થયા હોય જેનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

        વય મર્યાદાને પગલે નિવૃત થયેલા નાગદાનભાઈ આહીર અને પીઆઈ લીલાનો વિદાય સમારોહ એસપી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે એએસપી અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી બન્નો જોષી ઉપરાંત એસપી કચેરીનો સ્ટાફ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. નાગદાનભાઈ આહીરનું સન્માન કરીને તેમણે નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

       નાગદાનભાઈ આહિરે એલસીબી, એસઓજી, આર આર એલ અને એસપી કચેરી સહિતના મહત્વના ખાતાઓમાં ફરજ બજાવી છે તેમજ તેમના વિદાય સમારોહમાં તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવામાં આવી હતી તો ડયુટીની સાથે પરિવારને પણ પુરતો સમય અને સ્નેહ આપ્યો હોય જેથી તેમના સંતાનો પણ યોગ્ય સ્થાને કામકાજ કરી રહ્યા છે તેમના વિદાય સમારોહમાં તેમના સાથી કર્મચારીઓ લાગણીશીલ બન્યા હતા અને તેમણે વિદાયમાન આપવામાં આવી હતી   

 

Comments
Loading...
WhatsApp chat