Billboard ad 1150*250 Billboard ad 1150*250

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું, જાણો કારણ….

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળી કાંડ બાદથી સરકારને નિશાને લેવાનું શરુ કયું હોય જેમાં બુધવારે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મગફળી કાંડ વિષે આપેલા નિવેદનો બાદ આજે વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે.

નાફેડ ચેરમેન વાઘજીભાઈ બોડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેનને રાજીનામુ આપ્યું છે જેમાં જણાવ્યું છે કે નાફેડ દેશ લેવલની સંસ્થા હોય જેમાં દરેક પક્ષના ડિરેકટરો આ સંસ્થામાં સેવા આપતા હોય છે તેમજ નાફેડમાં મારી જવાબદારીના કારણે મેં કોંગ્રેસના બેનર હેઠળ મગફળી વિષે જે નિવેદન મીડીયાએ સમક્ષ આપેલું જે નિવેદન આપવામાં મારી ઉતાવળ થઇ હોય તેથી હું કોંગ્રેસ પક્ષમાંથી મારુ રાજીનામુ આપું છું.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે વાઘજીભાઈ બોડાના મગફળી કાંડ વિશેના નિવેદન બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર તરફથી મોરચો સંભળાયો હાતો અને નિવેદનને દુઃખદ ગણાવી રાજીનામુ આપવું જોઈએ તેવી ટકોર પણ કરી હતી તો આજે વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

Comments
Loading...
WhatsApp chat