


મોરબીના આંગણે પ્રથમવાર યુથ ઓર્ગનાઇઝેશન આયોજિત કૃષ્ણા ના સંસ્કાર વર્લ્ડ પ્રચાર માટે કૃષ્ણ પ્રભુ ની લીલા પર આધારિત “ નાચત કૃષ્ણ નચાવત ગોપી “ કાર્યક્રમ તારીખ ૨૧ ને રવિવાર ના રોજ સાંજે ૮:૩૦ કલાકે ગાંધી ના ગ્રાઉન્ડ , સ્કાય મોલ પાસે યોજવમાં આવશે જેમાં યુવા વૈષ્ણવાચાર્ય પુ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજકુમાર મહોદય કૃષ્ણ લીલા નું રસપાન કરવાશે મોરબીમાં સૌપ્રથમ વખત આયોજિત અનેરા ધાર્મિક મહોત્સવમાં સાત સ્વરૂપ હવેલી મોરબી, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી, બિલ્ડર એશો., પેકેજીંગ એશો. ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ, મોરબી વૈષ્ણવ સમાજ, બાર એશો. મોરબી સહિતની ધાર્મિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન પરિવાર, સિરામિક એશો. મોરબી, બાન લેબ પ્રા.લી. પરિવાર અને ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ પરિવાર સહિતની સંસ્થાના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા હ્ચે.

