મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા સર્વ ધર્મ જ્ઞાતિ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સર્વ ધર્મ જ્ઞાતિ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રાજકોટના પ્રખ્યાત ડોકટરોની ટીમે સેવા આપી હતી 

કેમ્પમાં હદયરોગનાં પ્રખ્યાત ડો મિહિર તન્ના, બાળરોગ નિષ્ણાત ડો મૌલીક કોરવાડિયા, સ્ત્રીરોગ નિષ્ણાત ડો  શ્વેતા ત્રિવેદી તેમજ જનરલ સર્જન પેટ આંતરડાના ડો યાકુબ પટેલ ડો જયેશ ભાનુશાલી ડો ભાવિન ગૌર ડો પુનિત ત્રિવેદી ડો સોહિલ બાદી સહિતના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી આ કાર્યક્રમમા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, નગરપાલિકા પ્રમુખ કેતન વીલપરા તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલા સહિતના સમાજ અગ્રણીઓ રાજકીય આગેવાનો તેમજ ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને આ કાર્યક્રમ માં ખુબ મોટી સંખ્યામાં લાભ લેવા મહિલા પુરૂષો બાળકો સહિત અંદાજીત ૫૫૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat