મોરબીના લાતીપ્લોટ અને રફાળેશ્વર ગામે મારામારીની ફરીયાદ

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી આધેડ પર હુમલો

મોરબીના લાતીપ્લોટમાં રહેતા હસમુખભાઈ દીપકભાઈ દેવીપૂજકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સોયબ ઉર્ફે સોયલો, રહેમાન ડીજે વાળો અને રહેમાનનો ભાઈ એ ત્રણ ઇસમોએ ફરિયાદીની પુત્રી સાથે આરોપીને અનૈતિક સંબંધ હોય અને પાંચેક મહિના પૂર્વે ફરિયાદીએ આરોપીને છરી મારેલ જેના મનદુઃખનો ખાર રાખી પાઈપ વડે માર મારી તેમજ ધોકા વડે મારી ઈજા પહોંચાડી છે પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના રફાળેશ્વર નજીક યુવાનને ધમકીની ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામના મચ્છુનગરના રહેવાસી અનિલભાઈ બચુભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિશોર મેઘજીભાઈ સુમેસરા, કાળીયો મેઘજી સુમેસરા, ભૂરો મેઘજી સુમેસરા અને રાજયો મેઘજી સુમેસરા રહે બધા રફાળેશ્વર વાળાએ ફરિયાદીને જુના કેશ નું સમાધાન કરી નાખવા કહીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat