મોરબીના બેલા ગામ નજીકથી ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો “મુન્નાભાઈ એમબીબીએસ” ઝડપાયો

મોરબી તાલુકાના બેલા ગામ પાસે વગર ડીગ્રી ડોક્ટર ની પ્રેકિટસ કરતા મુનાભાઈ ને એસ.ઓ.જી. ની ટીમે દવાના જથ્થા સાથે ઝડપી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલિસ વડા ડો. કરણરાજ વાઘેલાની સૂચનાથી એસ.ઓ.જી ની ટિમ તાલુકા વિસતરમાં પેટ્રોલીગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બેલા ગામ નજીક કામધેનુ ચેમ્બર્સ માં દુકાન નમ્બર ૬ ચાલતા ઓમ ક્લિનિક ને ચેક કરતા ત્યાં ડોકટરની પ્રેકિટસ કરતા કેશવજી રામજી મેર ઉ.વ.૩૧ વાળો મૂળ જૂનાગઢ ના નવા વઘાણીયા ગામનો ને હાલ મોરબી રહેતો ને તે ત્યાં આવતા દર્દીઓને દવા આપતો તેને ચેક કરતા કોઈપણ જાતની ડીગ્રી ન ધરાવતો હોવા છતાં દવા આપતો હોવાથી તેના પાસે રહેલો દવાનો જથ્થો જપ્ત કરી તેમજ તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર ની કાર્યવહી હાથ ધરવમાં આવી છે તે કેટલા સમયથી પ્રેકિટસ કરતો દવાનો જથ્થો ક્યાંથી આવતો તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat