Billboard ad 1150*250

મોરબીમાં ગેરકાયદેસર દબાણો હટાવવા પાલિકા તંત્રએ રસ ના દાખવ્યો, હવે કલેકટર સમક્ષ ઘા

સ્ટેશન રોડના રહીશ જાગૃત યુવાને કલેકટરને રજૂઆત કરી

0 1,183

મોરબીના સ્ટેશન રોડ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની માંગ સાથે જાગૃત યુવાને જીલ્લા કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે

મોરબીના સ્ટેશન રોડ પર રહેતા દીપ પંડ્યા નામના યુવાને જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા લગાવેલ હોડીંગ્સ બોર્ડ નીચે હોવાથી મુશ્કેલી થાય છે અને આવા જોખમી હોડીંગ્સથી લોકોના જીવ જોખમમાં મુકાય છે તેની ભૂદેવ પાન બાજુમાં માથાભારે શખ્શોએ ગેરકાયદેસર દબાણ કરી કેબીન મુકેલ છે શેરીમાં લત્તાવાસીઓની બહેન દીકરીઓ પસાર થાય ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવે છે જે સમસ્યા મામલે અગાઉ ગત તા. ૧૭-૦૫ ના રોજ મોરબી નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી

પરંતુ મોરબી પાલિકાએ કોઈ પગલા લીધા નથી તેમજ તેના માતાએ પણ ગત તા. ૦૩ જુનના રોજ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે છતાં કોઈ સંતોષકારક પગલા લીધા નથી જેથી યોગ્ય ન્યાયિક પગલા લેવા અને ગેરકાયદેસર દબાણ કરેલ કેબીન અને હોડીગ્સ બોર્ડ ઉપડાવી લતાવાસીઓની મુશ્કેલીનો અંત લાવવા માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat