Billboard ad 1150*250 Billboard ad 1150*250

મુંબઈ માર્કેટિંગ યાર્ડની ટીમ મોરબી યાર્ડની કામગીરીથી થઇ પ્રભાવિત

હિસાબ સોફ્ટવેર તેમજ માલના આવક જાવકમાંથી મેળવી પ્રેરણા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં થતી વિવિધ કામગીરી હિસાબી સોફ્ટવેર અને સુદ્રઢ વ્યવસ્થા હોય જે સુંદર કામગીરીને નિહાળવા માટે મુંબઈ માર્કેટિંગ યાર્ડની ટીમ મોરબી પહોંચી હતી

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયાએ તાજેતરમાં છઠ્ઠી વખત કાર્યભાર સંભાળ્યો છે અને બિનહરીફ વરણી પામ્યા છે ખેડૂતોના હિતમાં દિવસ રાત કાર્ય કરતા યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ માર્કેટિંગ યાર્ડમાં સુયોગ્ય વ્યવસ્થા ગોઠવી છે અને ખેડૂતોનું હિત જળવાય રહે તેવા પ્રયાસો સતત થતા રહેતા હોય છે

તો મોરબી માર્કેટિંગ યાર્ડની કામગીરી નિહાળવા માટે તાજેતરમાં મુંબઈ માર્કેટિંગ યાર્ડની ટીમે મુલાકાત લીધી હતી મોરબી યાર્ડના ચેરમેન સાથે મુલાકાત કરવા ઉપરાંત મુંબઈ યાર્ડ ટીમના અધિકારીઓએ અહી વપરાતા હિસાબી સોફ્ટવેરની માહિતી મેળવી હતી તેમજ માલના આવક જાવકના હિસાબી સાહિત્ય અને વ્યવસ્થાને નિહાળી હતી જે પ્રભાવશાળી કામગીરી બદલ યાર્ડના ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat