મોરબી તાલુકા પોલીસ મથકમાં તરીકે ફરજ બજાવતા મુકુન્દરાય જોશીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જિલ્લાના તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા મુકુન્દરાય પ્રેમશંકર જોશીની વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ કર્મીઓ દ્વારા ફુલહાર અને ફળો આપી વિદાય સમારંભ યોજ્યો હતો

 મૂળ મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની મુકુન્દરાય પ્રેમશંકર જોશી તારીખ 30 ના રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા જેમાં પ્રથમ રેલવે પોલીસ તરીકે જોડાયેલા મુકુન્દરાય પ્રેમશંકર જોષીએ 36 વર્ષની ફરજમાં કચ્છના લાકડીયા બરોડા ભાવનગર સહિત ફરજ બજાવી ચૂક્યા છે બાદમાં તેઓ રેલવે પોલીસ માથી ગુજરાત પોલીસમાં જોડાયા હતા જેમાં તેઓએ પોતાના કરિયરની શરૂઆત કોસ્ટેબલ તરીકે મોરબી માળીયા મીયાણા રાજકોટ ધોરાજી ગોંડલ ઉપલેટા ભાવનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પોતાની સેવા આપી ચૂક્યાં છે મોરબી માં ફરજ દરમિયાન પોલીસને પડતી અગવડતા માટે વર્ષ 2001 માં આવેલ ભૂકંપ માં  તેઓએ નહેરુ ગેટ ચોકમાં આવેલ પોલીસચોકી નષ્ટ થઈ ગઈ હતી જેમાં બાદમાં તેઓએ નહેરુગેટ ચોક વચ્ચે સતત હેરાન અને પરેશાન રહેતા પોલીસ કર્મચારીઓ ચોવસ કલાક ફરજ બજાવી પોતાની સેવા આપી શકે એ માટે પોલીસચોકી સરકાર સાથે રહીને ઉભી કરવામાં આવી હતી  તેઓની ધોરાજી બદલી કરી દેવામાં આવી હતી બાદમાં મુકુંદરાય જોશીને હેડકોન્સ્ટેબલ અને વર્ષ 2017 માં એ એસ આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું જેમાં તેઓ મોરબી એ ડીવીઝન, તાલુકા ટ્રાફિક શાખા,જિલ્લા ટ્રાફિક, ડી સ્ટાફ માળીયા મિયાણા ના ઘાટીલા સહિતના ગામોમાં પોલીસ ફરજ બજાવી ચુક્યા છે

ગઈકાલે તાં 30ના રોજ તેઓ વયમર્યાદા ના લીધે નિવૃત થતાં મુકુંદરાય જોશીનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ફૂલ અને ફળ આપી મુકુંદરાય જોષીને વિદાય આપવામાં આવી હતી આ તકે મોરબી તાલુકા ઇન્ચાર્જ પીએસઆઈ જાડેજા,પીએસીઆઈ ગિરીશ વાણીયા, પ્રો.મહિલા પીએસઆઈ ઘનલક્ષ્મીબેન ડાંગર અને મોરબી તાલુકા પોલીસના તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat