માધાપરવાડી કન્યા શાળા-મોરબીમાં એમ.આર.રસીકરણ કરવામાં આવ્યું

માધાપર વાડી કન્યા શાળા સરકારનો જનસુખાકારીનો કાર્યક્રમ ઓરી અને રૂબેલા નાબુદી અભિયાનના ભાગરૂપે રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 196 જેટલી વિદ્યાર્થીનીઓને રસીકરણ કરવામાં આવ્યું ત્યારે હાલ દીકરીઓ ગૌરીવ્રત કરતી હોવા છતાં તમામ બળાઓએ ઉત્સાહભેર ઇન્જેક્શન અપાવી 80% ટાર્ગેટ પૂરો કરી સરકારના અભિગમને સફળ બનાવવામાં સિંહફાળો આપી સશક્ત દીકરીનો સંદેશો આપ્યો હતો

દીકરીઓ વ્રત કરતી હોવા છતાં એક પણ દીકરીને કોઈ પણ જાતની તકલીફ થયેલ નથી અને છેલ્લા અઠવાડિયાથી એમ.આર.રસી વિરુદ્ધ ફરતા મેસેજને ખોટા સાબિત કર્યા હતા ,વિદ્યાર્થીનીઓને ભૂખ્યા પેટે કંઈ તકલીફ ન થાય એ માટે શાળાના આચાર્ય તરફથી તમામ બાળાઓને કેળા અને ખારેકનો પૌષ્ટિક નાસ્તો આપ્યો હતો રસીકરણ અભિયાનને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ તેમજ પી.એચ.સી.બગથળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat