સૌની યોજનામાંથી મોરબી જીલ્લાના જળાશયો ભરવા સાંસદે કરી રજૂઆત

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સીએમને પત્ર લખ્યો

મોરબી જીલ્લામાં અપૂરતા વરસાદને પગલે જળાશયો ખાલીખમ છે ત્યારે ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે સૌની યોજનામાં મચ્છુ બ્રાંચ કેનાલમાંથી વિવિધ જળાશયોમાં પાણી ઠાલવવામાં આવે તેવી રજૂઆત સાંસદે કરી છે

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્ર મચ્છુ બ્રાંચની કેનાલમાંથી ધોડાધ્રોઈ તેમજ મચ્છુ ૨, ડેમી ૨, બંગાવડી, આંજી ૩ સુધી પાણી લઇ જવાનું છે તો આ ડેમોમાં પાણી નાખીને ખેઉદ્ત ખાતેદારોને ખાતા દીઠ એકર ૨ના શિયાળુ પાક વાવવાની મંજુરી આપવાથી ખેડૂત ખાતેદારોને ઘરનું અનાજ અને માલધારીઓને પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન હલ થશે તેમજ આજી ૧ ની પાઈપલાઈનમાંથી ડેમી ૧ માં પણ પાણી નાખી સકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે જેથી ડેમમાં પાણી ઠાલવીને ખેડૂતોને રવિ પાક વાવવાની મંજુરી આપવાથી ખેડૂતો અને માલધારીઓનો પ્રશ્ન ઉકેલાઈ સકે તેમ હોવાથી આ મામલે યોગ્ય વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat