પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધન પર સાંસદ વિનોદભાઈ ચાવડાએ શ્રદ્ધાંજલિ પાઠવી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

        સાર્વજનિક અને રાજનીતિક જીવનમાં પદને કારણે લોકો પરિચિત હોય છે જયારે આદરણીય સુષ્માજી પોતાના વ્યક્તિત્વને કારણે પદની ગરિમા અને શોભામાં અભિવૃદ્ધિ કરી છે તેની કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું છે કે આજે આપણે સાર્વજનિક જીવનમાં ગગન નો ધ્રૂવ સિતારો ખોયો છે. જે રાષ્ટ્ર માટે અપૂર્ણિય ક્ષતિ છે. મેધાવી વક્તા, સબળ નેતૃત્વ, અભ્યાસુ, વિરાટ છબી, આદર્શ વાદી અને સાદગી દુરદર્શિતા ના ઘણી સુષ્માજી જેવા સતિષ્ઠ વ્યક્તિ એ આજના યુગ દ્રષ્ટા હતા. તેઓએ સરકારોમાં વિવિધ પદો અને સંગઠનમાં પણ જન સેવા કરી છે. વિદેશ મંત્રી તરીકેની તેમની કાર્યશેલીથી આજે વિશ્વમાં લોકો તેમને યાદ કરી રહ્યા છે. ઈશ્વર સદગત આત્માને શાંતિ અર્પે તેવી હ્રદય પૂર્વક શ્રદ્ધાંજલિ સાંસદ વિનોદભાઈ ચાવડાએ પાઠવી છે 

Comments
Loading...
WhatsApp chat