સાંસદ ખેલ સ્પર્ધા : ઓપન કચ્છ ડે-નાઈટ ટુર્નામેન્ટનો તા. ૨૫ થી શુભારંભ




કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધા ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજીત કરવામાં આવેલ છે. જેના સૌજન્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી – માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. ૨૫/૦૬/૨૦૨૨ નાં સાંજે ૬:૦૦ કલાક થી પ્રારંભ થતી આ ટુર્નામેંટમાં ૨૦૦ જેટલી ટીમો ભાગ લેશે.
કાર્યક્રમના ઉદ્ઘાટક ગુજરાત વિધાનસભા અધ્યક્ષા નીમાબેન આચાર્ય રહેશે. મુખ્ય મહેમાન તરીકે કચ્છ જીલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, અતિથી વિશેષ તરીકે જીલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, ધારાસભ્ય વાસણભાઈ આહીર (અંજાર), વિરેન્દ્રસિંહ જાડેજા (માંડવી), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), માલતીબેન મહેશ્વરી (ગાંધીધામ), ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર ઉપસ્થિત રહી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપશે.
સ્પર્ધામાં ભાગ લેનાર ટીમો માંથી વિજેતા ટીમને એક લાખ એક હજાર, રનર્સઅપ ટીમને એકાવન હજાર અને મેન ઓફ સિરીઝને પ્લેટિના બાઇક આપવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા જીગર છેડા મનીષ બારોટ, વિશાલ ઠક્કર, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સંજય ભેંડલ, દિગંત મોઢ, ગનીભા કુંભાર, અને વિષ્ણુભાઈ ચૌધરી જહેમત ઉઠાવી રહ્યાં છે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ખેલરસિકોને પધારવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

