

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમીતે મોરબીના એમ.પી.પટેલ બી.એડ્ કોલેજ જોધપર(નદી)ના વિધાર્થીઓ દ્રારા બીએસએફના જવાનોને રક્ષા બાંધી લાગણીના સબંધ સ્થાપીને રાષ્ટ્ર ભાવનાનુ સરસ ઉદાહરણ આપ્યુ હતુ.આ સમય દરમિયાન કોલેજના સ્ટાફમા ઈ.પ્રિન્સીપાલ રજનીશ બરાસરા , નિપુણ અંદરપા , હીરેન વિડજા તેમજ આશાબેન ગામીએ વિધાર્થીઓના ઉત્સાહમા વધારો કર્યો હતો.
દરેક ભાઈ પોતાની બહેનની રક્ષા કરતા જ હોય છે પરંતુ જવાનો દેશની સીમાની રક્ષા કરે છે તેમને બીરદાવવા પણ જરુરી છે તથા સમાજના અને દેશના યુવાનોમા આવી રાષ્ટ્ર ભાવના પ્રગટ થાય તેવા ઉતમ ઉદેશથી એમ.પી.પટેલ બી.એડ.કોલેજના વિધાર્થીઓએ લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.



