


રાજ્ય સરકાર દ્વારા સુઝલામ સુફલામ યોજનાનો ૧ લી મેં થી પ્રારંભ કરાવ્યા બાદ અભિયાન મોરબી જીલ્લામાં પુરજોશમાં ચલી રહ્યું છે જેમાં ટંકારા તાલુકાના બંગાવડી ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અગ્રણીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું
ટંકારા તાલુકાના બંગાવડી ગામ સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કરતા રાજકોટ જિલ્લાના સાંસદ મોહન ભાઈ કુંડારીયા તથા પૂર્વ ધારાસભ્ય બાવનજી ભાઈ મેતલીયા. મોરબી જિલ્લા પ્રમુખ રાધવજી ભાઈ ગડારા. ટંકારા તાલુકા પ્રમુખ પ્રવિણભાઈ લો. મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી કીરીટભાઈ અંદરપા. સંજયભાઈ ભાગીયા. ભોવનભાઈ ભાગીયા. અને છગનભાઈ વાસજાળીયા. નાનજીભાઈ દેત્રોજા તથા ગ્રામ્ય ભાજપ સંગઠનના જવાબદાર હોદેદારોએ હાજરી આપી હતી

