પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સાંસદ, પૂર્વ ધારાસભ્યએ કરી મહાઆરતી, જુઓ વિડીયો

૩૦ લાખનો ફાળો એકત્ર કરાયો, ૧૭ લાખનું દાન અર્પણ કરાયું

ઓદ્યોગિક નગરી મોરબી માત્ર વેપાર ધંધા માટે જ નહિ પરંતુ તહેવારોની પણ શાનદાર ઉજવણી માટે વિખ્યાત છે નવરાત્રી ગુજરાતીઓનો પ્રિય તહેવાર હોય ત્યારે મોરબીવાસીઓ પણ આ તહેવારની ઉજવણીમાં અગ્રેસર જોવા મળે છે અને પ્રાચીન ગરબીની પરંપરા સાથે અર્વાચીન ગરબામાં યુવાનોએ મન મુકીને નવરાત્રીને માણી રહ્યા છે

રવાપર ઘુનડા રોડ પર આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ જે ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવ્યું હતું જે નવરાત્રી મહોત્સવમાં આઠમની મહાઆરતીમાં સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ભાજપ અગ્રણી હિરેન પારેખ, બગથળાના મહંત દામજી ભગત, અધિક કલેકટર કેતન જોશી તેમજ વૃદ્ધાશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવે છે અને નવરાત્રી મહોત્સવ દ્વારા થતી આવક ગૌશાળાના લાભ માટે વપરાય છે ત્યારે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરિયા સહિતના અગ્રણીઓ દ્વારા વિવિધ ગૌશાળાને લાખોની રકમ અર્પણ કરવામાં આવી હતી

૩૦ લાખનો ફાળો એકત્ર કરાયો, ૧૭ લાખનું દાન

માધવ અંધ અપંગ ગૌશાળા નાની વાવડીને ૩ લાખ, માધવ ગૌશાળા રવાપરને ૨ લાખ તેમજ મોરબી પાંજરાપોળને ૨ લાખ અને યદુનંદન ગૌશાળાને ૭ લાખ તેમજ નકલંક ધામ બગથળાને ૨ લાખના ફાળાની રકમ અર્પણ કરવામાં આવી હતી તેમજ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને ૫૦-૫૦ હજારની રકમ અર્પણ કરવામાં આવી હતી પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા કુલ ૩૦ લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે જેમાં બાકી રકમ સમાજના જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે આર્થીક મદદ પૂરી પાડવામાં આવશે તેમ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકે જણાવ્યું હતું

જુઓ વિડીયો …………………..

Comments
Loading...
WhatsApp chat