


માર્ચ ૨૦૧૮ માં લેવાયેલી HSC બોર્ડની પરીક્ષાના પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે જેમાં ટંકારા તાલુકામાં પ્રથમ અને દ્વિતીય બંને ક્રમે એમ.પી. દોશી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે.
ટંકારાની એમ.પી.દોશી હાઈસ્કૂલની વિદ્યાર્થીની વોરા સીમા ભરતભાઈ ૯૯.૨૯ PR સાથે ટંકારા તાલુકામાં પ્રથમ અને મોદી આરતી કાળુભાઈ ૯૯.૧૩ PR સાથે દ્વિતીય સ્થાને ઉતીર્ણ થયેલ છે. દોશી હાઈસ્કૂલની બંને વિદ્યાર્થીનીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે શાળા પરિવારે બંને વિદ્યાર્થીનીઓને અભીનંદ પાઠવ્યા છે અને શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

