Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગ્રામ્ય રૂટની બસોના ધાંધિયાથી પરેશાન વિદ્યાર્થીઓનું બસ ડેપોમાં આંદોલન

ડેપોમાં જ બસો રોકી સુત્રોચ્ચાર કર્યા, નિયમિત બસોની માંગણી

મોરબીના બસ ડેપોમાં આજે વિદ્યાર્થીઓએ ગ્રામ્ય રૂટની બસો ઓછી હોય અને અનિયમિત હોય જેનાથી કંટાળી જઈને વિરોધ કર્યો હતો અને બસ ડેપોમાં જ બસો રોકી સુત્રોચ્ચાર કર્યા હતા

મોરબીના માળિયા હાઈવે પરના ખાખરેચી, ઘાટીલા અને વેજ્લ્પ્ર સહિતના ૨૦ ગામના વિદ્યાર્થીઓને મોરબી અભ્યાસ અર્થે અપડાઉન કરવા માટે માત્ર એક જ બસ હોય જેથી વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી વધુ બસો દોડાવવા અને બસો નિયમિત ચલાવવાની માંગ સાથે આજે વિદ્યાર્થીઓએ નવા એસટી ડેપોમાં જ આંદોલન શરુ કર્યું હતું અને બસ ડેપોમાં જ આવતી જતી બસો રોકી ચક્કાજામ કરીને ગ્રામ્ય રૂટના વિદ્યાર્થીઓને પુરતી અને નિયમિત બસોની માંગ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના આંદોલનને પગલે બસ ડેપોમાં થોડીવાર માટે ચક્કાજામ સર્જાયો હતો અને બાદમાં મામલો થાળે પડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat