

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના લાલપર નજીક પ્લેટીના સિરામિક કારખાનામાં રહીને મજુરી કરતા સુભાષ રતનભાઈ આદિવાસીએ તેની પત્ની બાળક સાથે ગુમ થયાની પોલીસમાં જાણ કરી છે જેમાં જાહેર કરનારની પત્ની કિરણ આદિવાસી (ઉ.વ.૨૭) તેના છ વર્ષના પુત્ર સુમિત સાથે ગત તા ૦૧ ના સાંજથી ગુમ છે જે કોઈને કહ્યા વગર જતી રહી હોવાનું પતિએ પોલીસને જણાવ્યું છે પોલીસે પરિણીતાના ગુમ થવા અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે