મોરબી વાંકાનેર હાઈ-વે પર માટીના ઢગલા, વાહન ચાલકો ત્રસ્ત, તંત્ર ઘોર નિંદ્રામાં વ્યસ્ત

   આજે મોરબી વાંકાનેર હાઈ-વે પર માટીના ઢગલા પથરાઈ જતા વાહન ચાલકોને અત્યંત મુશ્કેલી પડી રહી છે. મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર માટીના ઢગલા કરી દેવામાં આવતા હોવાની ઘણા સમયથી વ્યાપક ફરિયાદો હોવા છતાં સંબંધિત તંત્ર આંખ આડા કાન કરતુ હોય. જેથી આવા તત્વોને મોકળું મેદાન મળી જાય છે અને મોરબીના જાંબુડિયા નજીક રોડ પર માટીના ઢગલા કરી દેવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો-મટીરીયલ્સના માટીના ઢગલા હાઈવે પર અનેક સ્થળે જોવા મળતા હોય છે રોડ પર આવા માટીના ઢગલા કરીને વાહનચાલકો ફરાર થઇ જાય છે તો અનેક વખત માટીના ઢગલા વાહનચાલકો માટે અકસ્માત નોતરતા હોય છે આજે મોરબી વાંકાનેર હાઈ-વે પર વચ્ચો વચ માટીના ઢગલા કોઈ કરી ગયું હોય. જેથી હાઇવે હવે અકસ્માત નોતરતો હોય તેવો બની ગયો છે.માટીના ઢગલા અવારનવાર થતા જોવા મળે છે આ ઘટના પ્રથમ વખત નથી બની આ પૂર્વે પણ સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. છતાં હાઈ-વે ઓથોરીટી સહિતનું સંબંધિત તંત્ર આવા ઇસમોને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવા લોકો સતત માંગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat