


મોરબીમાં ગઈકાલ સવારથી જ વરસાદી મોસમ જામી છે ત્યારે મોરબીમાં બે વીજશોક લાગવાના બનાવો જોવા મળ્યા હતા.જેમાં એક બાળકનું મૃત્યુ થયું હતું તો યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મોરબીના રોહીદાસ પરામાં રહેતા ચંદ્રેશભાઈ સાગઠીયાના પુત્ર મિત (ઉ.૬) ને ગઈકાલે પોતાના ઘરે વીજશોટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જયારે ઉમા ટાઉનશીપ નજીક રહેતા અનીલ માંજી (ઉ.૧૮) નામના યુવાનને કોઈ કારણોસર વીજશોટ લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બંને બનાવની નોંધ મોરબી પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.