


તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે તેની સાથે સાથે સેન્ટ્રલ બોર્ડ દ્વારા પણ ધોરણ ૧૦ ના પરિણામ જાહેર થયા છે જેમાં મોરબીની લોદરીયા ધ્રુવીએ શ્રેષ્ઠ પરિણામ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે.
લોદરીયા ધ્રુવી મોરબીની નાલંદા વિધાલયમાં અભ્યાસ કરે છે અને તેના પિતા સિરામિક ઉધોગપતિ છે અને ભીમાણી સિરામિક નામની સિરામિક ફેકટરી ચલાવે છે.મોરબી ન્યુઝે તેની સાથે વાત-ચિત કરતા ધ્રુવીએ જણાવ્યું હતું કે તે અભ્યાસ દરમિયાન આખું વર્ષ એ ૫-૬ કલાક વાંચન કરતી અને શાળામાં દરરોજ કરાવેલ અભ્યાસનું પુનરાવર્તન દરરોજ કરવાથી ટ્યુશન રાખવાની જરૂરિયાત પડતી નથી.
ધ્રુવીએ પોતાની સફળતાનો શ્રેય તેણીના માતા-પિતા અને પરિવારજનોને આર્પ્યો હતો અને ખાસ કરીને ધ્રુવીએ જણાવ્યું હતું કે તેણી પોતે મોરબીમાં પ્રથમ આવે તેવી તેના મામાની તીવ્ર ઈચ્છા હતી જેથી પરિવારના સગ્યોગ અને તેણીનું યથાથ મહેનતના પરિણામે તેણી મોરબીમાં પ્રથમ આવી છે.તેમજ તેણી કોમર્સ વિષયમાં આગળ વધવા માંગે છે તેમ પણ જણાવ્યું હતું.

